LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kshamapana

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
મિચ્છામિ દુક્કડમ્ માંગી આપણે
આતમને અજવાળીએ
ખમતખામણાં માંગી આપણે
આતમને અજવાળીએ
દ્વેષભાવને ભૂલી જઈને
ક્ષમા ભાવના ભાવીએ
મિચ્છામિ દુક્કડમ્ માંગી આપણે
આતમને અજવાળીએ

જાણે અજાણે
જાણે અજાણે થઈ ભૂલોને
હૃદયમાંથી સીધાવીએ
પાપોને વિસરાવી
પાપોને વિસરાવી આપણે
પુણ્યને અજવાળીએ
સૌ જીવોને
સૌ જીવોને પ્રેમ આપી
શત્રુતા ભૂલાવીએ
મિચ્છામિ દુક્કડમ્ માંગી આપણે
આતમને અજવાળીએ

એકમેકના
એકમેકના સૌ થઈ જઈએ
ભાવના એવી ભાવીએ
દોરંગી દુનિયા
દોરંગી દુનિયાને છોડી
એકતામાં રાચીએ
વેરઝેરને
વેરઝેરને ભૂલી જઈને
માફી સૌની માગીએ
મિચ્છામિ દુક્કડમ્ માંગી આપણે
આતમને અજવાળીએ

રોગ અને ભય
રોગ ભય આતંકથી પીડિત
સર્વ જીવોને ઉગારીએ
વિશ્વના આ
વિશ્વના આ કપરા યુગને
વીર વ્હાલથી સીંચીએ
જીવદયાનો
જીવદયાનો ધર્મ આપણો
એ જ મારગે ચાલીએ
ખમતખામણાં માંગી આપણે
આતમને અજવાળીએ
દ્વેષભાવને ભૂલી જઈને
ક્ષમા ભાવના ભાવીએ
મિચ્છામિ દુક્કડમ્ માંગી આપણે
આતમને અજવાળીએ

WRITERS

Aayushi Shah

PUBLISHERS

Lyrics © O/B/O DistroKid

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other