LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Jyare Thi Malya

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
બેસ્વાદી જીવનમાં
મધુર કોઈ સ્વાદ મળી ગયો
કોરા સૂના જંગલમાં
કોયલનો સાદ મળી ગયો
બદરંગી ઋતુમાં
નવો રંગ ભરે શું એ તું છે?
મારી પાનખરની ઋતુને
વસંત કરે શું એ તું છે?
દિલના ઉમરે
નવી છે અસર
વધી ગઈ છે
તારી અવરજવર
જયારે થી મળ્યા રે
દિવસો મારા ફળ્યા રે
દિલ હરખે રડ્યા રે
જયારે થી મળ્યા રે

રાહ જોજે તું
બીજું જોતું કશું નહીં રે
ખુદને મૂકી ને
જાઉં છું તારી યાદો લઈને
વિચારો રાખવા માંગુ તુજમાંહી
રાગ કોઈ પણ છેડું લાગે ધૂનમયી
જીવન લાગે છે સુર્મયી
ઓ મૃણ્મયી
દિલના ચોરે
કર્યું છે તે ઘર
બધી છે મને
ખબર ખબર
જયારે થી મળ્યા રે
દિવસો મારા ફળ્યા રે
દિલ હરખે રડ્યા રે
જયારે થી મળ્યા રે
બધી ધૂનને બેરાગી માનું
જેના સૂરમાં ના હોય તું
બધી વાર્તાને અનામી માનું
જેના સારમાં ના હોય તું
જયારે થી મળ્યા રે
દિવસો મારા ફળ્યા રે
દિલ હરખે રડ્યા રે
જયારે થી મળ્યા રે

WRITERS

Dhruval Gadhvi

PUBLISHERS

Lyrics © Shemaroo Entertainment Limited

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other