હે જી ડૂબ્યાં છે મદમાં રાધા ને કાનો આજ
હે જી ડૂબ્યાં છે મદમાં રાધા ને કાનો આજ
ને છે મદમસ્ત આ પૂનમ રાત પ્રેમને કાજ
ને ડૂબ્યું જગ સારું જોઈ દૃશ્ય અદ્ભુત
ને થયા છે પાગલ આ પ્રેમી પંખીડા આજ
ને થયા છે પાગલ આ પ્રેમી પંખીડા આજ
જોઈ તારા પાલવ ને લહેરાતો આજ
નાચે મારું તન ને કરે દલડું મારું રાસ
નાચે મારું તન ને કરે દલડું મારું રાસ
ચાંદનીમાં જોઈ તારું રૂપ અપ્રમપાર
આ પ્રેમની સૂરાનો કૈફ ચઢે વારંવાર
નાચે મારું તન ને કરે દલડું મારું રાસ
ગૌરી તારા નૃત્યની સુંદરતા જોવા
થોભે છે લોકો ને આવ્યા છે દેવો
ગૌરી તારા નૃત્યની સુંદરતા જોવા
થોભે છે લોકો ને આવ્યા છે દેવો
મેલી છે મુરાદ ને તારું મન પણ છે મેલું
આવું નાં હું પાસ છો લાગ્યું તારું ઘેલું
જોઈ તારા પાલવ ને લહેરાતો આજ
નાચે મારું તન ને કરે દલડું મારું રાસ
કર્યો છે દીવાનો આ અદા ના જમાલે
કર્યો છે નિહાળ તારા રંગ ના કમાલે
કર્યો છે દીવાનો આ અદા ના જમાલે
કર્યો છે નિહાળ તારા રંગ ના કમાલે
છો ને તું બાંધી લે આ તારીફોના પુલ
તારા હાથે ના આવું એવું છું હું ફૂલ
જોઈ તારા પાલવ ને લહેરાતો આજ
નાચે મારું તન ને કરે દલડું મારું રાસ
તને મારા સમ છે જો તું ગુમાવે આ રાત
સાજન મારા છે સમ જો સતાવો મને આજ
તને મારા સમ છે જો તું ગુમાવે આ રાત
સાજન મારા છે સમ જો સતાવો મને આજ
તું છે મારો સિંગાર તને માન્યો છે સંસાર
આવો કે પ્રીતમ કરીએ પ્રેમનો ઇકરાર
જોઈ તારા પાલવ ને લહેરાતો આજ
નાચે મારું તન ને કરે દલડું મારું રાસ
નાચે મારું તન ને કરે દલડું મારું રાસ