LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Narayan Nu Naamaj Leta

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
નારાયણનું નામ જ લેતાં
નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીયે રે
મનસા વાચા કર્મણા કરીને
મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીયે રે
નારાયણનું નામ જ લેતાં

કુળને તજીયે કુટુંબને તજીયે જી જી જી જી
કુળને તજીયે કુટુંબને તજીયે તજીયે મા ને બાપ રે
ભગિની સુત દારાને તજીયે
ભગિની સુત દારાને તજીયે જેમ તજે કંચુકી સાપ રે
નારાયણનું નામ જ લેતાં, નારાયણનું નામ જ લેતાં

પ્રથમ પિતા પ્રહલાદે તજીયો જી જી જી જી
પ્રથમ પિતા પ્રહલાદે તજીયો નવ તજીયું હરિનું નામ રે
ભરત શત્રુઘ્ને તજી જનેતા
ભરત શત્રુઘ્ને તજી જનેતા નવ તજીયા શ્રીરામ રે
નારાયણનું નામ જ લેતાં, નારાયણનું નામ જ લેતાં

ઋષિ પત્નિએ શ્રીહરિ ને કાજે જી જી જી જી
ઋષિ પત્નિએ શ્રીહરિ ને કાજે તજીયા નિજ ભરથાર રે
તેમાં તેનું કાંઈ ન ગયું
તેમાં તેનું કાંઈ ન ગયું પામી પદારથ ચાર રે
નારાયણનું નામ જ લેતાં, નારાયણનું નામ જ લેતાં

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે જી જી જી જી
વ્રજવનિતા વિઠ્ઠલને કાજે સર્વ તજી વન ચાલી રે
ભણે નરસૈંયો વૃંદાવનમાં
ભણે નરસૈંયો વૃંદાવનમાં મોહન વરસું મ્હાલી રે
નારાયણનું નામ જ લેતાં
નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીયે રે
મનસા વાચા કર્મણા કરીને
મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીયે રે
નારાયણનું નામ જ લેતાં
નારાયણનું નામ જ લેતાં
નારાયણનું નામ જ લેતાં

WRITERS

GIRISH MEHTA, KIRTI DAMJI LALAN

PUBLISHERS

Lyrics © Sentric Music

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other