LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Juthdi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો તું તો હાવ જુઠડી છે મનની મેલી છે
તું તો હાવ જુઠડી છે મનની મેલી છે
ભોળી તને જોણી મૈં પાપી તું હતી રે
હો મારી જિંદગીની ફેરવી પથારી તે (પથારી તે)
ધોળા દાડે તારા દેખાડી ગઈ રે (ગઈ રે)
તું તો બહુ જબરી છે મોન સેનો માંગે છે
તું તો હાવ જુઠડી છે મનની મેલી છે
તું તો બહુ જબરી છે

હો તારી રે અદા જોઈ પ્રેમમાં પડ્યો તો
તું મારી બધાને એવું કેતો ફરતો તો
અલી તારા પાછળ હું તો એવો ગોંડો બન્યો તો
કોમ ધંધો તારા માટે મુકી દીધો તો
હો રોઝ ફોમમાં બહુ ફરતો તો રે (ફરતો તો રે)
તારા ગયા પછી ત્યો હું રખડો તો રે (રખડો તો રે)
રંગ બહુ બદલે છે ખોટા ખેલ ખેલે છે
હાચું કહું જુઠડી છે મનની મેલી છે
ચકુ તું જબરી જબરી છે

હો પ્રેમના નામે તું તો દિલથી મારા રમી
હતું મારૂં બધું અલી તું તો લુંટી હાલી
હો ઓ રે મતલબી તને શરમ ચમ ના આવી
આખા ગામ વચ્ચે મારી લાજ તે ના રાખી
હો તે તો ઘરનો કે ઘાટનો ના મેલ્યો રે (મેલ્યો રે)
ખાલી ખોટો ચકુ પ્રેમ તને કર્યો મૈં (કર્યો મૈં)
દિલની દગાળી છે બહુ કગરાયો છે
તું તો હાવ જુઠડી છે મનની મેલી છે
ભોળી તને જોણી મૈં પાપી તું હતી રે
હો મારી જિંદગીની ફેરવી પથારી તે (પથારી તે)
ધોળા દાડે તારા દેખાડી ગઈ રે (ગઈ રે)
તું તો બહુ જબરી છે મોન સેનો માંગે છે
ચમ તું આવી છે બહુ અભિમાની છે
જીવ મારો બાળે છે

WRITERS

DASHRATH PARMAR, SOLANKINATVARSINH SURSINH

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other