હે મારો પિયુજી જોણે દેશી પતંગીયુ
દેશી પતંગીયુ, દેશી પતંગીયુ
કે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
દેશી પતંગીયુ, દેશી પતંગીયુ
હે મારો પિયુજી જોણે દેશી પતંગીયુ
હે મારો પિયુજી જોણે દેશી પતંગીયુ
હે ચોક પેલા ફૂડે ફરકે ચોક પેલા ફૂડે ફરકે
આડા તેળા ડફેળામા મારુ મન તડપે
કદી ઓલી વોહે જાય કદી પેલી વોહે જાય
આ બધુ જોઈને મારુ દલડુ દુભાઈ
હે મારો પિયુજી જોણે દેશી પતંગીયુ
હે હે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
જેવી તેવી છોડીયો પાછળ હું ના પાગલ થાતો
કે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હે મારો પિયુજી જોણે દેશી પતંગીયુ
હે ચટાકા પટાકા એને મારવાનો શોખ છે
ચાર લુગડે ટેસ મારવાનો રોફ છે
હે ગલી ગલી ઓમાં એના નામની રે રાડ છે
એની આ આદતોથી જિંદગી ઉંજાણ છે
હે હે જોયા જાણ્યા વગર વાલી આવુંના વિચારતી
મારો વાંક નહિ પેલી છોડીયો લાઈન મારતી
કે હું તો મોરલો રૂપાળો નથી ઢેલડી વળગતી
હે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હે સુ સમજે તારા મનમા હુ નથી કોઈ સસ્તી
દિલ છે આ મારુ નથી કાગળની પસ્તી
હે ચેટિંગમા ચીટિંગ તુ રોઝ કરતો
યાદ કર ટાણા એતુ મારી ઉપર મરતો
હે તું મારુ કંકુ વાલી હું તારા ચોખા
તારા મારા પ્રેમના સબન્ધો અનોખા
હે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હે મારો પિયુજી જોણે દેશી પતંગીયુ
કે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હા ચલ મોની લીધુ તું નથી દેશી પતંગીયુ
દેશી પતંગીયુ, દેશી પતંગીયુ