હા મને એની દુનિયા માને છે (માને છે)
મારા માટે જીવ ધરે છે (ધરે છે)
હા મને એની દુનિયા માને છે (માને છે)
મારા માટે જીવ ધરે છે (ધરે છે)
હા કોઈ છે જે મને ખુશ જોવા રે માંગે છે
હા કોઈ છે જે મને ખુશ જોવા રે માંગે છે
કોઈ છે જે મને ખુશ જોવા રે માંગે છે
મારુ મન કહે છે કોઈ તો દુવા રે માંગે છે
હા મારી આસપાસ રહેતા હોય એવું રે લાગે છે
મારી આસપાસ રહેતા હોય એવું રે લાગે છે
મારુ મન કહે છે કોઈ તો દુવા રે માંગે છે
હા દૂર રહેશો મારાથી તમે ક્યાં સુધી
આવો મારી જીંદગીમાં થઈ જીવન સાથી
હો કોઈ છે જે મારા માટે રાતો જાગે છે
કોઈ છે જે મારા માટે રાતો જાગે છે
મારુ મન કહે છે કોઈ તો દુવા રે માંગે છે
હા જોયા નથી જાણીતા છે મનના મારા માનીતા છે
આવે જીંદગીમાં તો ક્યાં ના છે
હા જોયા નથી જાણીતા છે મનના મારા માનીતા છે
હા હા એની ને મારી એક રાહ છે
આવે જીંદગીમાં તો ક્યાં ના છે
હા ચાહે મને એ તો પાગલ મને ખુદથી વધારે
એક પલ માટે એતો મને ના વિહારે
હો કોઈ છે જે મને એના દિલમાં રાખે છે
કોઈ છે જે મને એના દિલમાં રાખે છે
મારુ મન કહે છે કોઈ તો દુવા રે માંગે છે
અલા મારુ દિલ કહે છે કોઈ તો દુવા રે માંગે છે