LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Parne Thakar Nakhrala

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હા હાલી રે હાલી મારા વાલાની જાનું મારે પરણાવા જાવું
હો હાલી રે હાલી મારા ઠાકરની જાનું મારે પરણાવા જાવું

હો મારા ઠાકર નાના ને નીંદરાળા
હો મારા ઠાકર નાના ને નખરાળા
જાજી જોખમ વાળા માળા રાજ
હા ઠાકરની જાનું હાલી રે બજારે
વાલાની જાનું હાલી રે બજારે
કિયો વેવાઈ પોંખે માળા રાજ
હો હજારો હાથીડા જાનરે જોડાવીશું
રુમઝુમ ઘોડલિયે વરઘોડો
કે લાલા ટેરો ઠાઠ ને ઠઠારો
માધવ મારો લાગે બહુ રૂપાળો
જાડી જાણું જોડી માળા રાજ
હો મારા ઠાકર નાના ને નીંદરાળા
હો મારા ઠાકર નાના ને નખરાળા
જાજી જોખમ વાળા માળા રાજ
જાદવ કુળના મોભી માળા રાજ

હો હાથે હરલીયા પીળી પાઘડીયે
લાડુડો રૂડો લાગેજો
વર ચડયો છે ઘોડે જાનૈયા
ધીરા ધીરા હાલજો
હો હા ઝરમરિયા વાઘા જગના રાજા
મોરલી લઇ ને હાથે જો
પરણે મારો શેઠ શામળિયો
તુલસી મને સાથે જો
હો હૈયા ના હઠીલા કાનકુંવર મારા જો
હસે પોનખજો આંગણિયે આવ્યા તમારા
કે જાન માં જાજુ જબરું માણા
પરણે મારા ભરવાડ ના ભાણા
હાચવી તારા ટાણા માળા રાજ
હો મારો ઠાકર નાના ને નીંદરાળો
હો મારો ઠાકર નાના ને નખરાળો
જાજી જોખમ વાળો માળા રાજ
તુલસી માં ને પરણે મારો લાલ

હો મુંધેરા માંડવે લીલા તોરણીએ જાનીવાલાની પધારી જો
હરખની હેલીએ તમારી ડેલીએ તુલસીમાં વધાવીલો
હો હો હો ઉતાવળ રાખી જાનૈયા ને ઉતારા દેવરાવજો
મોંઘેરા છે મારા ઠાકર ના મહેમાન ઢોલિયા ઢળાવજો
હો તુલસીમાં ની ડેલીએ માન તમને જાજા
હા ભલે રે પધાર્યા વર રાજા
કે વાગે રૂડા શરણાયું ને વાજા
ફેરા ફરે ચારજુગના રાજા
એવા ઠાકર મારા માળા રાજા
હો મારા ઠાકર નાના ને નીંદરાળા
હો મારા ઠાકર નાના ને નખરાળા
જાજી જોખમ વાળા માળા રાજ
હા જાજી જોખમ વાળા માળા રાજ

WRITERS

HARI BHARWAD

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other