હો કિસ્મતમાં હોઈ તો મળી જાય પલમાં
કિસ્મતમાં હોઈ તો મળી જાય પલમાં
એમ જગ્યા થોડી યાર મળે કોઈના દિલમાં
હો રસ્તો આ પ્રેમનો સસ્તો નથી
માંગવાથી એમ પ્રેમ મળતો નથી
તકદીરમાં હોઈ તો મળી જાય પલમાં
એમ જગ્યા થોડી યાર મળે કોઈના દિલમાં
હાય એમ જગ્યા થોડી યાર મળે કોઈના દિલમાં
હો મંદિરના પગથીયે ચડવું તો પડશે
માથું ઝુકાવીને નમવું પડશે
હો પ્રેમ તો પ્રેમ છે પ્રેમથીજ મળશે
પથ્થરને પુંજશો તો ભગવાન મળશે
હો ચાહો છો દિલથી તો દિલથી કહેજો
એની જોડે હંમેશા પ્રેમથી રહેજો
હો નસીબમાં હોઈ તો મળી જાય પલમાં
એમ જગ્યા થોડી યાર મળે કોઈના દિલમાં
હો એમ જગ્યા થોડી યાર મળે કોઈના દિલમાં
હો આજે નઈ કાલે ક્યારે તો હમજાશે
પ્રેમ તારો એની આંખોમાં દેખાશે
હો તું જેમ તડપે એ પણ તડપશે
મળવા તને એનું દિલ પણ ધડકશે
હો બસ એ સમયની રાહ જોવી પડશે
તારો આ પ્રેમ તો તુજને મળશે
હો પરભવનું હોઈ તો મળે આ જનમમાં
નહી તો આ લેખ ના મળે કોઈ ભવમાં
હો કિસ્મતમાં હતું તો મળી જગ્યા દિલમાં
આજ તારો સાથ મને મળ્યો આ જનમમાં
આજ તારો પ્યાર મને મળ્યો આ જનમમાં