આભલે ઝબુકે વિજલડીને તારલા કરે ટમકારા
મેઘલી રાતે મળવાને જાવું નડે છે બહુ અંધારા
હો મેંઘ તું મન મૂકીને આજે વરસી જા
મેંઘ તું મન મૂકીને આજે વરસી જા
ઝરમર વરશે વાદલડીને મોરલા કરે ટહુકારા
કેમ રહેવાસે મુજથી ઓ વાલી આવવાના દો અણસારા
હો પલડવાને આવો આ રીમઝીમ વરસાદમાં
અમે બાર આયા તને જોવાની ચાહમાં
ભીંજાવું છે તારા આ વરસાદી રૂપમાં
આ મોસમ છવાઈ મારા અંગે અંગમાં
મેંઘ તું મન મૂકીને આજે વરસી જા
કરો ના વાર હવે જાતે આવી જા
મેંઘ તું મન મૂકીને આજે વરસી જા
કરો ના વાર હવે જાતે આવી જા
હો બઉ કર્યા વાયદા આવોને મળવા રોકાઈ જાશે ધબકારા
મેઘરાજા સમજાવોને એમને સમજે હાલ એ અમારા
હો ધરતીને આભનુ મિલન આ અનેરું
તારો મારો સાથ જાણે પ્રેમના પંખેરુ
રંગદારી આ ઋતની છે કેવી મજાની
તું નથીને ભીંજવે તારા પ્રેમના રે પાણી
હો શીતળ લહેરોમાં તમારો અહેસાસ
શીતળ લહેરોમાં તમારો અહેસાસ
હો રોકાઈ જાઓ મેહુલિયા આજે બઉ થયું વરસાદી પાણી
આવતા વર્ષે મળશું વહેલા આટલી વાત લેજો માની
આવતા વર્ષે મળશું વહેલા પુરી થાશે પ્રેમની કહાની