વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દૂર બુદ્ધિને દૂર કરી સદ્બુદ્ધિ આપો
માંપાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો।
ભૂલો પડી ભવરણે ભટકું ભવાણી
સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો
માંપાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
આ રંકને ઉગારવા નથી કોઈ આરો
જન્માંધ છું જનની હું ગ્રહી બાલ તારો
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો
માંપાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
મા કર્મ જન્મ કથની કરતા વિચારું
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો
માંપાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
હું કામ, ક્રોધ, મદ, મોહ થકી છકેલો
આડંબરે અતિ ઘણો મદથી બકેલો
દોષો થકી દૂષિત, ના કરી માફ પાપો
માંપાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
માંપાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
રે રે ભવાણી બહુ ભૂલ થઈ છે મારી
આ જિંદગી થઈ મને અતિશે અકારી
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો
માંપાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપ
ખાલી ન કોઈ સ્થળ છે વિના આપ ધારો
બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો
શક્તિના માપ ગણવા અગણિત માપો
માંપાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
ખોટો ખરો ભગવતી પણ હું તમારો
જડ્યંધકાર દૂર કરી સદ્બુદ્ધિ આપો
માંપાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
શીખે સુણે રસિક છંદજ એક ચિત્તે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે
વધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
માંપાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
શ્રી સદ્ગુરુના ચરણમાં રહીને યજું છું
રાત્રિ દિને ભગવતી તુજને નમું છું
સદ્ભક્ત સેવક તણા પરિતાપ ચાપો
માંપાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
અંતર વિષે અધિક ઊર્મિ થતા ભવાણી
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃગાણી
સંસારના સકલ રોગ સમૂળા કાપો
માંપાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
તારા સિવાય જગત માં નથી કોઈ મારું
સાચા સદા ભગવતી તુજને સંભારું
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
ભૂલું કદાચ ભવપાશ તણા પ્રસંગે
માંગુ ક્ષમા ત્રિપુરષારી આ પ્રસંગે
જેની કૃપા થી ગિરિરાજ ચઢે અપંગે
જેની કૃપા થી વિષ થાય સુદા સમાન
જેની કૃપા થી વિષ થાય સુદા સમાન
તેવા દયાળુ ભગવતી તુજને પ્રણામ
અંબા ભવાની જગદંબા કરો સહાય
આરાસુરી મન સદા તવ ભક્તિ થાય
હસ્તે ત્રિશુલ ધરી ને અસુરો સંહાર્યા
સંકટ માં દ્વિજ સેવક ને ઉગાર્યા
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દૂરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો