LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Veera Karjo Re Vichar

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે આમના નાના છે રે ફળીયા હે માથા અડતા ફૂટશે નળીયા
હે આમના નાના છે રે ફળીયા માથા અડતા ફૂટશે નળીયા
આપણે મોટા ના મોટિયાર વિરા કરજો ને વિચાર

હે નથી લૂગડાં ના ઠેકાણા એના જોડે માર્યા થીગડાં
લાગો સોં નાહ્યા વગર આયા તમે છકડો લઇ ને આયા

હો મુલવ્યું હોય મોંઘુ તો ખબર પડે લેવાય કેમ ના
નથી માર્યા થીંગડા એનાં કાવડિયા દીધા બમણા
મુલવ્યું હોય મોંઘુ તો ખબર પડે લેવાય કેમ ના
નથી માર્યા થીંગડા એનાં કાવડિયા દીધા બમણા

કાવડિયા દીધા બમણા

એ થોડા ધીમા રયો ફેંકવામાં નઈ પોકવા દઉં બોલવામાં
તમે ફેશન વાળા છો તો કેમ આયા સોં છકડા માં

કે આપણે મોટા ના મોટિયાર થોડો કરજો ને વિચાર વિરા

હો લાખો ની ગાડી ને આ સમજે સે છકડો
હજી સમય છે વિરા શેર નો મારગ પકડો
હમજી જો હમજી જો

ઓ ઓ
મેમાન થઇ આયા આંગણે દીધા તમને માન છે
જાવું હોય શેર તો ખુલ્લી આ બજાર સે

હો સવાર ના આયા તોય તમે પાણી નું નથી પૂછતાં
ભૂખે અમે ભાગ્યા પેટ માં બિલાડા રે બોલતા
સવાર ના આયા તોય તમે પાણી નું નથી પૂછતાં
ભૂખે અમે ભાગ્યા પેટ માં બિલાડા રે બોલતા
બિલાડા રે બોલતા

એ વેવાઈ થોડી થોડી જમજે મસૂરિયા ની દાળ
એ તારા પેટડિયા માં દુખશે મસૂરિયા ની દાળ

હે તારા પેટડિયા મા બોલડિયા માં એતર બોલે તેતર બોલે
સેમ ની શીયાળ બોલે ગામ ના ગધાડા બોલે
બોલે હોલો ગૂતર ગુઉ કે હોલો બોલે ઘૂ ઘૂ મસૂરિયા ની દાળ
હે પેટમાં હુતું તુ હુતું તુ બોલ સે મસૂરિયા ની દાળ

હે વેવઈ તારા માંડવે લાલા ડંકો વાગીયો
હે વેવઈ તારા માંડવે લાલા ડંકો વાગીયો

હે તારા ગાદલા ફાટલા ને પાણી મોડા
વેવઈ તે તો જલસો બનાવીયો
તારા ગાદલા ફાટલા ને પાણી મોડા
વેવઈ તે તો જલસો બનાવ્યો
એ વેવાઈ તારા ચૂલા મા લાલ ડંકો વાગીયો

હે તારા ભાત ખાટા ને દાળ મોડી
વેવઈ તે તો જલસો બનાવીયો
તારા ભાત ખાટા ને દાળ મોડી
વેવઈ તે તો જલસો બનાવ્યો
વેવાઈ તારા માંડવે લાલ ડંકો વાગીયો
એ હાં વેવાઈ તારા ચૂલા મા લાલ ડંકો વાગીયો

એ તમે બે હાથે ખાધું સાવ કરો છો ખોટી વાતું
આવડતી હોય તો કરતા જાવ સારી બે વાતું

એ સુ કરીયે મીઠી વાતું હવે થવા આયી સે રાત્યું
અમાર લોબી છે વાટ્યું પછી કરશુ મીઠી વાતું
હાં અમાર લોબી છે વાટ્યું પછી કરશુ મીઠી વાતું

WRITERS

Ramesh Vachiya

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other