LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Gamadama Rayi Javano

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હું તો શહેર માં નથી જાવાનો
હવે ગોમડા માં રહી જાવાનો
તારા શહેર માં પાછો નહિ આવાનો

હો શહેર માં હોય છે ટ્રાફિક જાજુ
ચડી જાય છે મારુ માથું
હે તારા શહેર માં હોય છે ટ્રાફિક જાજુ
ચડી જાય છે મારુ માથું
થવાય ના ચોય આઘું પાછું
દુખવા લાગે મારુ માથું
એ હવે શહેર માં નથી જાવાનો
ભલે અડધો રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો

હું તો અડધો રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો

એ મોટા શહેર માં હોય છે ટ્રાફિક જાજુ
ચડી જાય છે મારુ માથું
શહેર માં હોય છે ટ્રાફિક જાજુ
ચડી જાય છે મારુ માથું

હે મારા ગોમડા માં ગોંદરે ગાયો ના વાડા
શહેર માં ઠેર ઠેર ખોદેલા ખાડા
હે તારે શહેર માં સોફા ને ગોમડા માં ખાટલા
ખાવા માટે હોય કોહા ના વાટલા
એ હવે કાગળ ની પ્લેટ માં ના ખાવાનો
ભલે મરચું રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો

ભલે અડધો રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો

હે મોટા શહેર માં હોય છે ટ્રાફિક જાજુ
ચડી જાય છે અલ્યા મારુ માથું
શહેર માં હોય છે ટ્રાફિક જાજુ
ચડી જાય છે મારુ માથું

મારા ગોમડા માં ચૂલા ને બાજરીના રોટલા
શહેર માં તો વેંચાતા ગેસ ના બાટલા
હે તારા શહેર માં તો એસી ને આપણે તો દેશી
ગપાટા મારીયે ગોંદરે બેસી
હે નથી મુંજાઈ ને મરવા જાવાનો
ભલે ડુંગરી રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો

હું તો છાસ ને રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો

ભલે અડધો રોટલો ખાવા નો પણ ગોમડા માં રઈ જાવાનો
પાછો શહેર માં નથી આવાનો વાયડ ભરવાડામાં રઈ જાવાનો

WRITERS

MANU RABARI

PUBLISHERS

Lyrics © MUSIC SERVICES, INC.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other