LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dil Ne Manavi Lau

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો હો ખરતા તારલા જોઈને
ખરતા તારલા જોઈને થયું લાવ તને માંગી લવ
હો તું તો નથી મળવાની પણ દિલ ને તો મનાવી લઉ

હો ખરતા તારલા જોઈને થયું લાવ તને માંગી લવ
હો તું તો નથી મળવાની પણ દિલ ને તો મનાવી લઉ

ભૂલી એ ગલિયો જ્યાં તુ હું ને મળતા
પડ્યા બોલ જિલતા તોય મેલ્યા પડતા
દોષ બધા આ નસીબ ના

મનગમતું તો ભાયગે મળે છે

હો મનગમતું તો ભાયગે મળે છે

હો કોઈ સજી ધજી રહ્યું છે કોઈ જોઈ રડી રહ્યું છે
એક ડાળ ના હતા બે પંખી એક પંખી ઉડી રહ્યું છે

હો આજે પડી રહ્યા જુદા તોય તારે હરખ ની છે વેળા
તમે થઇ જશો પરબારા પછી થાશો ના ભેળા
હા ભૂલી એ કસમો માથે હાથ રઈ ખાતા
રાખ્યું તારું લાખ ગણું તોય કર્યા તે રજળતા
દોષ બધા આ નસીબ ના

મનગમતું તો ભાયગે મળે છે

હા મનગમતું તો ભાયગે મળે છે

હો તને હું છું કોણ કહેનારો તમે બીજાના છો પરણેતર
તારે વેચાય હરખ નું ગળપણ મારે જોખમ માં છે જીવતર

હા હતા સુંદર તમે પેલેથી ને વધારે દગાએ સુંદરતા
ખોટા માંગી લીધા તમોને જોઈ તારલા મૈં ખરતા
ભલું થાય વ્હાલી તારું હવે જોવા ના મળતા
જેને પ્રેમ અમે હમજતા એ તો પ્રેમ માં રમત રમતા
દોષ બધા આ નસીબ ના

મનગમતું તો ભાયગે મળે છે

હા મનગમતું તો ભાયગે મળે છે

હા મનગમતું તો ભાયગે મળે છે

WRITERS

Vishal Modi, Utpal Barot, Kamlesh Thakor(Sultan)

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other