હો જે કસમો ખાતીતી મારા ગળાની
કેમ આટલી જલદી મારાથી ધરાણી
હો જે કસમો ખાતીતી મારા ગળાની
કેમ આટલી જલદી મારાથી ધરાણી
શું હતો પ્રેમ એનો એ પરાણે
કે થઈ છે ભુલ મારાથી અજાણે
શું હતો પ્રેમ એનો એ પરાણે
કે થઈ છે ભુલ મારાથી અજાણે
હશે વાત શું એ સમજી શક્યો નઈ
મારી જાન પહેલા કરતા હવે બદલાઈ ગઈ
હો મારી જાન પહેલા કરતા હવે બદલાઈ ગઈ
હો જે કસમો ખાતીતી મારા ગળાની
કેમ આટલી જલદી મારાથી ધરાણી
રોજ મળતી હતી એ કેમ આજે નથી મળતી
કેમ મારા પ્રેમની એ કદર નથી કરતી
કેમ મારા પ્રેમની એ કદર નથી કરતી
થોડું જો હું રૂઠું તો જાન મને તું મનાવતી
આજ મરવા પડ્યો છું હું તોય નથી આવતી
તે જે માગ્યું તને એ મૈં આપ્યું
તોય દિલ મારુ તોડી તે નાખ્યું
તે જે માગ્યું તને એ મૈં આપ્યું
તોય દિલ મારુ તોડી તે નાખ્યું
કેમ મધ દરિયે મુજને છોડી ગઈ
મારી જાન પહેલા કરતા હવે બદલાઈ ગઈ
હો મારી જાન પહેલા કરતા કેમ બદલાઈ ગઈ
ના સમજી પ્રેમ કે ના સમજી એ મારી લાગણી
પ્રેમથી વધારે ક્યાં કરીથી કોઈ માંગણી
પ્રેમથી વધારે ક્યાં કરીથી કોઈ માંગણી
તને આમ પ્રેમની રમત રમતા ક્યાંથી આવડી
છોડી મુજને હવે શું તું કાઢે બીજે રાતડી
તું મારી નજરોથી દૂર કેમ થઇ ગઈ
શું તું એ પ્રેમની કસમો ભુલી ગઈ
તું મારી નજરોથી દૂર કેમ થઇ ગઈ
શું તું એ પ્રેમની કસમો ભુલી ગઈ
તું મુજને છોડી બીજાની થઇ ગઈ
મારી જાન પહેલા કરતા હવે બદલાઈ ગઈ
હો મારી જાન પહેલા કરતા કેમ બદલાઈ ગઈ
હો જે કસમો ખાતીતી મારા ગળાની
કેમ આટલી જલદી મારાથી ધરાણી