હો જે તું કહે એ હું કરી દઉં
હા જે તું કહે એ હું કરી દઉં
તને લઈ ગયા એ અમને કહો અમને પણ બોલાવો
અહીં એકલા ના જીવાય હવે અમને પણ તેડાવો
તને લઈ ગયા એ અમને કહો અમને પણ બોલાવો
અહીં એકલા ના જીવાય હવે અમને પણ તેડાવો
તું કહે તો તારી હારે આવી જઉં
તું કહે તો તારી જોડે આવી જઉં
ફરિયાદ કરનારા આજે યાદ બની ગ્યા છે
મને વ્હાલ કરનારા આજે રૂઠી ને પોઢ્યા છે
હા દિલ માં રાજ કરનારા આજે દેહ છોડી ગ્યા છે
જેને જોઈ અમે જીવતા આજે શ્વાસ છોડી ગ્યા છે
શણગારી આજ તુજને લઈ હેંડ્યા મુજથી દૂર
હવે કેમ રે જીવાશે તારાથી રહી દૂર
શણગારી આજ તુજને લઈ હેંડ્યા મુજથી દૂર
હવે કેમ રે જીવાશે તારાથી રહી દૂર
રોકાઈ જા તું ના જા મુજથી દૂર
રોકાઈ જા તું ના જા મુજથી દૂર
તું કહે તો તારી હારે આવી જઉં
ક્યારે પાછા હવે મળશો પૂછું એ તને કેમ
માયાજાળ યાદો ની લઈ ફરશું આમ તેમ
હાં મને રોજ મળનારા આજે મળી ને હેંડ્યા છે
લઈ વિદાયું કાયમની આજે મળી ને હેંડ્યા છે
તને લઈ ગયા એ અમને કહો અમને પણ બોલાવો
અહીં એકલા ના જીવાય હવે અમને પણ તેડાવો
તને લઈ ગયા એ અમને કહો અમને પણ બોલાવો
અહીં એકલા ના જીવાય હવે અમને પણ તેડાવો
હા તું કહે તો તારી હારે આવી જઉં
તું કહે તો તારી જોડે આવી જઉં
હા તું માંગે તો જીવ દઈ દઉં