હો અધૂરા ઓરતા રહ્યા અમારા પૂરા કયારે થાશે
છૂટી રે ગયો સાથ તમારા જીવ અમારા જાશે
હો એકલો મેલી ગયા દુર કોણે કર્યા મજબૂર
એકલો મેલી ગયા દુર કોણે કર્યા મજબૂર
સાજણ સમાણા તૂટ્યા અમારા કેમ કરી જીવાશે
હો અધૂરા ઓરતા રહ્યા અમારા પૂરા કયારે થાશે
હો તમારા વગર હવે કેમ કરી જીવાશે
યાદ કરી કરીને આંખો ઉભરાશે
હો રોઈ રોઈને વાલી જીવડો ના ધરાશે
ખાવાનો કોળિયો ના મારાથી ખવાશે
હો બહુ કરતાતા મને પ્રેમ હવે બદલાણા તમે કેમ
બહુ કરતાતા મને પ્રેમ હવે બદલાણા તમે કેમ
પારકા થઈ ગયા બીજા કોક લઈ ગયા કેમ કરી જોયું જાશે
હો અધૂરા ઓરતા રહ્યા અમારા પૂરા કયારે થાશે
હો મોઢું તારુ જોઈને દાડો હારો જાતો
વાતો તારી હારે કરી રાજી રાજી થાતો
હો કેમ તમે બતાવ્યો દુઃખ નો દાડો તમારી યાદ માં જાગુંશુ રાતો
હો ભરોશો કેમ કરી થાય વાલી મારી બીજા ની થાય
ભરોશો કેમ કરી થાય વાલી મારી બીજા ની થાય
જોડે રહેવાના વાયદા તમારા મારાથી ના ભૂલાશે
હે અધૂરા ઓરતા રહ્યા અમારા પૂરા ના થાશે