LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Maa Baap [B.O.F]

•

2008

Hari Tu Gaddu Marun

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ઓ જી રે ઓ જી રે ઓ જી રે

હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
એ ધરમ-કરમના જોડ્યા બળદીયા
ધીરજની લગામ તાણું કાંઇ ન જાણું
સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય
હે મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું

પાપણ પટારે સપના સંઘર્યા
મનની સાંકળ વાસી રે ઉપર મનની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા
ડગર ડગરીયા આવે નગરીયા ના આવે મારુ કાશી રે
હો ના આવે મારુ કાશી
હે ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું

ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનુ
હો ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનુ
અગમ નીગમ નો ખેલ અગોચર મનમાં મુંઝાવાનું
એ હરતું ફરતું શરીર તો છે
પિંજરે એક પુરાણું કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું

WRITERS

AVINASH VYAS

PUBLISHERS

Lyrics © IPRS, Universal Music Publishing Group

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Maa Baap [B.O.F]

2008

01

Hun Amdavadno Rickshawalo

Kishore Kumar

03

Nahi Rajani Nahi Ranini

Mahendra Kapoor

04

Om Premaay Namah (Qawwali)

Asha Bhosle

05

Amrut Bhrelu Anter

Asha Bhosle

From This Artist