હો દીન દુઃખીયાનો મોગલ તું છે સહારો
હો દીન દુઃખીયાનો મોગલ તું છે સહારો
તારા વિના નથી માડી કોઈનો રે આસરો
દીન દુઃખીયાનો મોગલ તું છે સહારો
તારા વિના નથી માડી કોઈનો રે આસરો
અંતરની વાત તું જાણે છે આયલ
પાંચ પગલાં મારાથી રહેજે તું આગળ
જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ના ખાય સોગંધ
હો જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ના ખાય સોગંધ
હો દીન દુઃખીયાનો મોગલ તું છે સહારો
તારા વિના નથી માડી કોઈનો રે આસરો
હો જેને આપે છે આ દુનિયા જાકારો
એનો બને છે માં મોગલ સહારો
હો હો મને ભરોસો માં મોગલના નામનો
પછી ભલે દુનિયા કરે મારી વાતો
હો દિલથી સમરો લેખ બદલી દેશે મોગલ
ઉડાડી દેશે માં દુઃખના રે વાદળ
જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ના ખાય સોગંધ
હો જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ના ખાય સોગંધ
હો દીન દુઃખીયાનો મોગલ તું છે સહારો
તારા વિના નથી માડી કોઈનો રે આસરો
હો મતલબી છે દુનિયાને મતલબી જમાનો
લાજ માડી રાખજે સાથ નથી કોઈનો
હો હો ચૌદે ભુવન માં ની નજરો ફરે છે
દુઃખીયાના દુઃખડા ભેળીયા વાળી હરે છે
હો હૈયાના હેતથી જે માં ને નમે છે
એના રખવાળા મોગલ માડી કરે છે
જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ના ખાય સોગંધ
હો જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ના ખાય સોગંધ
હો જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ના ખાય સોગંધ