હે ઘેરો ઘાઘરો ને ચમકદાર ચોળી
હે ઘેરો ઘાઘરો ને ચમકદાર ચોળી
આ રૂપ ની રોણી ચિયા ગોમ નો
હે એના લમણે લટકે લટ ઓટિયાળી
ભાન ભૂલ્યો એને ભાળી આ રૂપાળી સે ચિયા ગોમનો
હો white white ચેહરો ને માથે લાલ બિંદી
Simple smile જોર લાગે સે આ બંદી
White white ચેહરો ને માથે લાલ બિંદી
Simple smile જોર લાગે સે આ બંદી
હે એના હાથ માં સે apple નો ફોન
પાકુ કરવુ સે આ કોણ આ મેમાન સે ચિયા ગોમનો
હો નોનુ મોઢુ ને નાની નથણી પેરી નાકે
નક્કી આ મેમાન મારા મલક ના લાગે
હો હો દુપટો આડો કરી ડોઢી નજરુ નાખે
સરમાળ સરમીલી છોડી છોનુ છોનુ તાકે
હો ગોરા ગોરા ગાલ ઉપર ઝુલ્ફો નો સાયો
ભર બપોરે મને ચાંદલો દેખાયો
ગોરા ગોરા ગાલ ઉપર ઝુલ્ફો નો સાયો
ભર બપોરે મને ચાંદલો દેખાયો
હે આજે શેરી માં ઉતરી જોણે પરી
એને જોઈ આંખ ઠરી આ સુંદરી સે ચિયા ગોમનો
હો હો બોલી બોલે દેશી હાવ સાદી અને simple
હસતી હારી લાગે બન્ને ગાલે પડે dimple
હો હો ખભે રાખી પર્સે આમથી તેંમ મારે ઓટા
મોઢું મઇડી મઇડી આઈ ફોન માં પાડે ફોટા
હો આખી મહેફિલ માં એ એકજ રૂપાળી
ગાર્ડન ગાર્ડન થઈ જયુ દિલ એને ભાળી
આખી મહેફિલ માં એ એકજ રૂપાળી
ગાર્ડન ગાર્ડન થઈ જયુ દિલ એને ભાળી
હે ઘેરો ઘાઘરો ને ચમકદાર ચોળી માથે ઓઢણી સે ધોળી
આ રૂપ ની રોણી ચિયા ગોમનો, ચિયા ગોમનો