મારી મમ્મીના હાથમાં વેલણ છે, વેલણ છે ઘરના સઘળા ચેતી જાજો
મારી મમ્મીના હાથમાં વેલણ છે, વેલણ છે ઘરના સઘળા ચેતી જાજો
ઘરમાં પોતું કર્યું છે, ઘર ભીનું ભીનું છે
ઓ પપ્પા આવતા નઈ, ભાઈ પગલાં પડતો નઈ
કેમ કેમ કેમ મમ્મીનાં હાથમાં વેલણ છે
મારી મમ્મીના હાથમાં વેલણ છે
ઓ ઊંદર આવતો નઈ કોઈના કપડાં કાપતો નઈ
ઓ બિલાડી આવતી નઈ દહી દૂધ ચાટતી નઈ
ઓ કુતરા ભસતો નઈ સોફા પર તું બેસતો નઈ
કે મ મમ્મીના હાથમાં વેલણ છે
મારી મમ્મીના હાથમાં વેલણ છે
કુકર સિટી મારતું નઈ, ચમચી ચાળા પાડતી નઈ
કીટલી ગરમ થાતી નઈ, રકાબી તું રડતી નઈ
થાળી તું ખખડતી નઈ, રોટલી તું રીસાતી નઈ
ક .મ મમ્મીના હાથમાં વેલણ છે
મારી મમ્મીના હાથમાં વેલણ છે
મારી મમ્મીના હાથમાં વેલણ છે