LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sadguru Vachan Ma Thav Adhikari

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
સતગુરુ વચનના થાવ અધિકારી‚ રે
મેલી દેજો અંતર માંથી માન રે
મેલી દેજો અંતર માંથી માન રે
આળસ મેલીને તમે આવો રે મેદાનમાં ને
આળસ મેલીને તમે આવો રે મેદાનમાં ને
સમજી લેજો સત ગુરુની સાન
સતગુરુ વચનના થાવ અધિકારી‚ રે
મેલી દેજો અંતર માંથી માન રે
મેલી દેજો અંતર માંથી માન રે

અંતર ભાંગ્યા વિના‚ ઉભરો નહીં આવે રે
પછી તો હરિ દેખાય સાક્ષાત રે
પછી તો હરિ દેખાય સાક્ષાત રે
સતસંગ રસ એ તો અગમ અપાર છે
સતસંગ રસ એ તો અગમ અપાર છે
તે તો પીવે કોઈ પીવનહાર રે
સતગુરુ વચનના થાવ અધિકારી‚ રે
મેલી દેજો અંતર માંથી માન રે
મેલી દેજો અંતર માંથી માન રે

ધડ રે ઉપર જેને શિશ નવ મળે પાનબાઈ
ખેલ છે એવો ખાંડા કેરી ધાર રે
ખેલ છે એવો ખાંડા કેરી ધાર રે
એમ રે તમારું શિશ ઉતારો‚ પાન બાઈ
એમ રે તમારું શિશ ઉતારો‚ પાન બાઈ
તમને રમાડું તમને બાવન બાર
સતગુરુ વચનના થાવ અધિકારી‚ રે
મેલી દેજો અંતર માંથી માન રે
મેલી દેજો અંતર માંથી માન રે

હું ને મારું ઈ તો મનનું છે કારણ‚ પાનબાઈ
ઈ મન જ્યારે મરી જો ને જાય રે
ઈ મન જ્યારે મરી જો ને જાય રે
ગંગા સતી એમ બોલીયા રે પાનબાઈ
ગંગા સતી એમ બોલીયા રે પાનબાઈ
ત્યારે પછી હતું તેમ દરશાય રે
સતગુરુ વચનના થાવ અધિકારી‚ રે
મેલી દેજો અંતર માંથી માન રે
મેલી દેજો અંતર માંથી માન રે
મેલી દેજો અંતર માંથી માન રે

WRITERS

GANGA SATI

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other