LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Bahu Punya Kera Punjthi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો
વધવાપણું સંસારનું નર દેહને હારી જવો
એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે
એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે
પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્દુઃખ તે સુખ નહીં
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું
નિર્દોષ નરનું કથન માનો 'તેહ' જેણે અનુભવ્યું
રે! આત્મ તારો! આત્મ તારો! શીઘ્ર એને ઓળખો
સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો
સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો

WRITERS

SHRIMAD RAJCHANDRAJI, SALIM-SULAIMAN

PUBLISHERS

Lyrics © Warner Chappell Music, Inc.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other