પાંખો આવતા થયું પરાયું પાપાનાં ઘરનું પારેવડું
હો રૂવે ઘરની ભીતડિયુંને રૂવે ગમણે વાછરડું રે
પાંખો આવતા થયું પરાયું પાપાનાં ઘરનું પારેવડું
હે પાપા પગલી નાની ઢીંગલી દાદાના દિલની દુલારી રે
હો હો, પાપા પગલી નાની ઢીંગલી દાદાના દિલની દુલારી રે
હે કાલી ઘેલી બોલી વ્હાલી ઘરમાં હૌને પ્યારી રે
પાંખો આવતા થયું પરાયું પાપાનાં ઘરનું પારેવડું
હે વળી વળીને વિનવું મારા માડી જાયા વીરા રે
હો હો, વળી વળીને વિનવું મારા માડી જાયા વીરા રે
એ માતા-પિતાની હંભાળ રાખજે એટલી અરજ અમારી રે
પાંખો આવતા થયું પરાયું પાપાનાં ઘરનું પારેવડું
હો સુનોરે માંડવડો ને સુનું ઘરનું આંગણીયું રે
પાંખો આવતા થયું પરાયું પાપાનાં ઘરનું પારેવડું
હે પાપાનાં ઘરનું પારેવડું