તારા મારા પ્રેમની સુહાની સફર
લાગણીના ફૂલથી સજાવી ને ડગર
તારા મારા પ્રેમની સુહાની સફર
લાગણીના ફૂલથી સજાવી ને ડગર
તને દિલમાં રાખું જિંદગીભર
હવે રાખીશ ના કોઈનો તું ડર
તારી ને મારી આ પ્રીત છે અમર
તારા મારા પ્રેમની સુહાની સફર
હવે તો જિંદગીમાં પ્રીતની સુવાસ છે
જોને તું ચારે કોર પ્રેમનો પ્રકાશ છે
હો બીજું કશું ના હવે પામવાની આશ છે
મારું નસીબ છે કે તું મારી પાસ છે
અલગા થઈશું ના હવે આપણે કદી
સાથે રહીને જીવશું આખી જિંદગી
તારી ને મારી આ પ્રીત છે અમર
તારા મારા પ્રેમની સુહાની સફર
હો હાથોમાં હાથ લઈને આપું છું વચન તને
જુદા નહીં કોઈ કરી શકે તને મને
હો હૃદયની ઉર્મિઓમાં સાચવીશ હું તને
કર્યો છે પ્રેમ તો નિભાવું હું ખરા મને
ખળખળ વહી જાતા ઝરણાઓની જેમ
પળ પળ લહેરાતો તારો મારો પ્રેમ
તારા મારા પ્રેમની સુહાની સફર