LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Hu Ane Tu

•

2023

Raataladi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ચાંદા હારે ચાંદનીને જામી મીઠી ગોઠ
હું તો નાચું લચકતી ને નાચમાં તું ઠોઠ
ચાંદા હારે ચાંદનીને જામી મીઠી ગોઠ
હું તો નાચું લચકતી ને નાચમાં તું ઠોઠ
ચાંદો કે’ હ ઝાલજે
થોડું સંભાળજે
આજ તો ભલે ને થઈ જાય
ગરબે જંગ છે
એવો મારો રંગ છે
જોવા જગ આ થમી જાય
રાતલડી ને કે’જે કે રહી જાય
આજે થોડી વહેલી ના વહી જાય
રાતલડી ને કે’જે રહી જાય
આજે થોડી વહેલી ના વહી જાય

જોયો તારો રંગ મેં તો
અંગ તારું ટંગ છે તો
પગલું ના પડે રે તાલમાં
નથી કોઈ ઢંગ તારો
મોહે મારું માંદું એવો
ના મળે લચક કોઈ ચાલમાં
તોયે મારી સંગ છે તું
જોઈ મને ડંગ છે તું
આંખોમાં જ દેખાય
કેમ રે છુપાવશે
ફરી ફરી આવશે
હેતમાં છે બંધાય
રાતલડી ને કે’જે કે રહી જાય
આજે થોડી વહેલી ના વહી જાય
રાતલડી ને કે’જે રહી જાય
આજે થોડી વહેલી ના વહી જાય

હે રાસે રમંતાં ફેર ફરંતાં
હેત કરંતાં બે હૈયાં
જોશે જંગમાં જરા ના નમતાં
સૌને ગમતાં ખેલૈયાં
ચપટી તાળી ઠેસ થાપે લાલી લાલીને વાળી રુમઝુમતા
આપે મચક ના એકમેકને
તોય બંને માંગમતા,તોય બંને માંગમતા

WRITERS

Bhargav Purohit, Kedar Upadhyay

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Hu Ane Tu

2023

01

Raataladi

Aditya Gadhvi, Aishwarya Majmudar, BHARGAV PUROHIT, Kedar - Bhargav

02

Re Sanam

Kedar & Bhargav, Siddharth Amit Bhavsar

03

Roothi Gaya Sapna

Jigardan Gadhavi, Kedar - Bhargav, Milind Gadhavi, मधुबंती बागची (Madhubanti Bagchi)

04

Jobaniyu

Bhargav Purohit, Kedar & Bhargav

05

Supdasaaf

Bhargav Purohit, Kedar & Bhargav, Nakash Aziz

06

Roothi Gaya Sapna

Jigardan Gadhavi, मधुबंती बागची (Madhubanti Bagchi)