LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kankotri - Single

•

2021

Kankotri

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
હો લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
કાગળ નથી આ મારા મોતની કંકોતરી
હો ખુદથી વિહોણા કરવા મને નોતરી
ખુદથી વિહોણા કરવા મને નોતરી
નોતરું નથી આ મારા મોતની કંકોતરી

હો તમારી થશે રોજ ખુશીઓનું ગાન
અમારી દુનિયા થશે દર્દની દુકાન
તમારી રોજ હશે અજવાળી રાત
મારા દિલની ગલીયો થાશે વીરાણ
હો મળે તમને બીજું કોઈ અમને ગયા ભૂલી
તરછોડી મેલી મને તમે ગયા ભૂલી
લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
કાગળ નથી આ મારા મોતની કંકોતરી

ના સમજી શકે કેટલી મહોબત હતી
એટલી જેમ સુરજ વિના સવારો નથી
નથી કોઈ સીમા કે દિવારો નથી
મારા પ્રેમ દરિયાનો કોઈ કિનારો નથી કિનારો નથી
તોયે ના કદર સાચા પ્રેમની કરે
જોવે તોય પથ્થર દિલ બનીને ફરે
હો પ્રેમ ના બદલામાં એવી આશ મને નોતી
દિલના ટુકડાઓ આ જૂડશે નહિ ફરી
હો લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
કાગળ નથી આ મારા મોત ની કંકોતરી

ના ટાળી શકાય જે લખ્યું છે લલાટે
તકદીર લઇ જાય જ્યાં જઈશું એ વાટે
હસતી આંખે તમે ચોરી એ જાશો
અને અમે મોત સાથે ફેરા ફરશો.. ફેરા ફરશો
પણ આ દિલને રહેશે અફસોસ
કીધું ના તમે કે શું હતો મારો દોષ
હો તમે હવે બનશો કોઈ બીજાની જિંદગી
તમે ખુશ રહો એવી કરશું અમે બંદગી
લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
કાગળ નથી આ મારી મોતની કંકોતરી
કાગળ નથી આ મારી મોતની કંકોતરી.

WRITERS

Mahindar Prajapati

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Kankotri - Single

2021

01

Kankotri

Amit Barot, काजल महेरिया (Kajal Maheriya)