LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Shivaji Nu Halardu

•

2025

Shivaji Nu Halardu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે
જીજાબાઇને આવ્યાં બાળ
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે
જીજાબાઇને આવ્યાં બાળ
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત
રામ લખમણની વાત
માતાજીને મુખ જે દીથી
ઊડી એની ઊંઘ તે દીથી
માતાજીને મુખ જે દીથી
ઊડી એની ઊંઘ તે દીથી
પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ
પેટ ભરીને આજ
કાલે કાળાં જુદ્ધ ખેલાશે
સૂવાટાણું ક્યાંય ન રહેશે
કાલે કાળાં જુદ્ધ ખેલાશે
સૂવાટાણું ક્યાંય ન રહેશે

હે ધાવજો મારાં
હે ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
ખૂબ ધ્રપીને આજ
રહેશે નહીં, રણઘેલુડા
ખાવા મૂઠી ધાનની વેળા
રહેશે નહીં, રણઘેલુડા
ખાવા મૂઠી ધાનની વેળા
પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર
પીળાં-લાલ-પીરોજી ચીર
કાયા તારી લોહીમાં ન્હાશે
ઢાંકણ તે દી ઢાલનું થાશે
કાયા તારી લોહીમાં ન્હાશે
ઢાંકણ તે દી ઢાલનું થાશે

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ રે
તમે ફેરવી લેજો આજ
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની

લાલ કંકુ કેરા
હે લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય
તમે તાણજો કેસરાઆડ્ય
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ
તમે ઝીલજો બેવડ ગાલ
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર
તુંને હૂંફ આવે આઠ પ્હોર
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે

હે આજ માતા દેતી
હે આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ
કૂણાં ફૂલડાં કેરી સેજ
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી
આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય
રે તારાં માથડાં ઝોલે જાય
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ
તારી હિંદવાણ્યું જોવે વાટ
જાગી વ્હેલો આવ, બાલુડા
માને હાથ ભેટ બંધાવા
જાગી વ્હેલો આવજે, વીરા
ટીલું માના લોહીનું લેવા
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે

WRITERS

JHAVERCHAND MEGHANI, TRADITIONAL TRADITIONAL

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Shivaji Nu Halardu

2025

01

Shivaji Nu Halardu

Pankaj Mistry