હો ઓઢણી ઓઢી તુ મારા ઘેર આય
હો ઓઢાણી થી માથુ ને આબરુ ઢંકાય
ઓઢણી થી માથુ ને આબરુ ઢંકાય
હો તારી નજરુ ના બાણ લઈ લેશે મારા પ્રાણ
તારી નજરુ ના બાણ લઈ લેશે મારા પ્રાણ
હે ઓઢણી ઓઢી તુ મારા ઘેર આય
હો એવી ઓઢણી માં હેત ના હીરા રે ટંકાવજો
હૈયા ની હેલ મા પ્રેમ ભરી લાવજો
હો તમે સૈયર ને મૈયર મેલીને રે આવજો
મારા રે ગોમ ની શેરિયો શોભાવજો
હે મારા બાપુજી ના બંગલા તમે કરજો કંકુ પગલા
મારા બાપુજી ના બંગલા તમે કરજો કંકુ પગલા
હે ઓઢણી ઓઢી તુ મારા ઘેર આય